મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નમાં જવા બાબતે તકરાર બાદ દંપતિ અને પુત્રીએ એક સાથે દવા પીધી


SHARE











મોરબીમાં લગ્નમાં જવા બાબતે તકરાર બાદ દંપતિ અને પુત્રીએ એક સાથે દવા પીધી

 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલા પાસે રહેતા એક જ પરિવારના અસગર આમીનભાઇ મોવર (40), રૂબીનાબેન અસગરભાઇ મોવર (30) અને સુહાના અસગરભાઇ (14)એ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતા ત્રણેયને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે બી-ડીવીઝન પોલીસ મથકના બી.કે. દેથાએ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે પરિવારને લગ્નમાં જવાનું હતું. જેમાં અસગરભાઇએ બધાએ નથી જવું તેમ કહ્યું હતું તે વાતમાં બોલાચાલી થયા બાદ દંપતિએ દવા પી લીધી હતી તેમ તપાસ અધિકારીએ જણાવેલ છે.

મારામારીમાં ઇજા
મોરબી-જેતપુર રોડ બેલા ગામ પાસેના કલેસ્ટોન સિરામીકની લેબર કોલોનીમાં સામસામે મારામારીમાં રવિનાબેન મહેશભાઇ મેડાને તેમજ સામેના પક્ષેથી રમણભાઇ ભાનુપ્રતાપ રાહા (24), રેખાબેન વિરેન્દ્રભાઇ (50) અને દિપક હરીરામ (34)ને ઇજાઓ થતાં ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે નાની વાવડી ગામે રહેતા જયાબેન ભગવાનજીભાઇ પડસુંલીયા (75) પુત્રના બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામના હનુમાન મંદિર પાસે વાહનમાંથી પડી જતા સારવાર માટે ખસેડાયા હતા.મોરબીના રેલ્વે સ્ટેશન નજીક થયેલ મારામારીમાં ઇજાઓ થતાં મોમીનખાન અબ્દુલ ખાલીદખાન (38), રહે. રણછોડનગર નવલખી રોડને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાયો હતો.

વૃધ્ધા સારવારમાં
પંચાસર રોડ નાની કેનાલ પાસે રહેતા અમૃતબેન હંસરાજભાઇ આદ્રોજા (69) ત્યાં આવેલા પ્રમુખ સ્વામી પાર્કના ગેઇટ સામે બાઇક પાછળની નીચે પડી જતાં સારવારમાં ખસેડાયા હતા. જ્યારે માધાપરા શેરી નં.21માં રહેતા જયશ્રીબેન કિશોરભાઇ નકુમ (44) ઘર પાસે મેલડીમાના મંદિર નજીક બાઇકમાંથી પડી જતાં સારવારમાં ખસેડાયા હતા. નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસેની ધરમનગર સોસાયટીમાં રહેતા દયાબેન ગોકુલભાઇ લાંઘણોજા (94) નામના વૃધ્ધા સોસાયટી વિસ્તારમાં બાઇકની પાછળથી નીચે પડી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

દવા પી જતાં
વાવડી રોડે રહેતા મુશ્કાનબેન રહીમભાઇ ચાનીયા નામની 20 વર્ષની યુવતી કોઇ કારણોસર દવા પી જતા અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યારે પંચાસર રોડ ગીતામીલની પાસે છરી વડે હાથ-માથામાં ઇજા થતાં કમલેશભાઇ સોનાગ્રા (30) રહે. ધ્રાંગધ્રાને અહીંની સીવીલે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે વાવડી રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતો ફૈઝલ ઇકબાલભાઇ સોલંકી (28) ઘર નજીક પગપાળા જતો હતો ત્યારે એક્ટીવા ચાલકે પાછળથી હડફેટે લેતા ફૈઝલને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઇ જવાયો હતો.

આલાપ પાર્ક મધુવન એપાર્ટમેન્ટ નજીક સાયકલમાંથી પડી જતા ધ્યેય પરેશભાઇ થોરીયા (9)ને અને રવાપર ચોકડીએ બાઇક સ્લીપ થતાં પડી જતાં હંસાબેન જયેશભાઇ ઉધરેજા (53) રહે. સ્વામી નારાયણનગર મોરબીને સારવારમાં ખસેડાયા હતા




Latest News