મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

કલેક્ટરના જાહેરનામાની હવે ચુસ્ત અમલવારી: ટંકારા થી ધ્રોલ જવાના રસ્તે આવેલ આજી નદીનો પુલ ભારે વાહનોની અવર જવર માટે સદંતર બંધ


SHARE







કલેક્ટરના જાહેરનામાની હવે ચુસ્ત અમલવારી: ટંકારા થી ધ્રોલ જવાના રસ્તે આવેલ આજી નદીનો પુલ ભારે વાહનોની અવર જવર માટે સદંતર બંધ

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં આવેલ આજી નદી ઉપરના પુલ રીપેરીંગ કામ ચાલુ હતું અને તેના માટે થઈને ભારે વાહનોની જે પ્રવેશબંધી કરી હતી પરંતુ કલેક્ટર એ કરેલા જાહેરનામાની અમલવારી થતી ન હોય તે અંગેનો દિવ્ય ભાસ્તકર્મમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને પોલીસ વિભાગ દ્વારા આ પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવરને સદંતર બંધ કરવામાં આવેલ છે.

રાજ્યમાં ઘણી જગ્યાએ પુલ દુર્ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં બની છે જેના કારણે સરકાર દ્વારા તમામ જિલ્લાઓની અંદર આવેલ નાના-મોટા તમામ પુલોના ચેકિંગ કરવામાં આવ્યા બાદ જરૂર જણાય ત્યાં રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ ખાખરા ગામ પાસે આજી નદી ઉપર જે મેજર પુલ આવેલો છે તેનું રીપેરીંગ કામ કરવાની જરૂર હોય ત્યાં રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે કામ શરૂ કરતા પહેલા ટંકારા તરફથી જામનગર બાજુ આવવા જવા માટેના રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવરને આ પુલ ઉપર બંધ કરવામાં આવી હતી અને તેના માટેના જરૂરી ડાયવર્ઝનના રસ્તાઓ પણ આપવામાં આવ્યા હતા તેમ છતાં પણ કલેકટરના જાહેરનામાને જાણે કે ભારે વાહનના ચાલકો ઘોળીને પી ગયા હોય તે રીતે તેની કોઈ અમલવારી થતી ન હતી અને ટ્રક ડમ્પર આઇશર સહિતા મોટા વાહનો આ પુલ ઉપરથી કામ ચાલુ હતું તેમ છતાં પણ પસાર થતા હતા.

જેથી દિવ્ય ભાસ્કરમાં કલેક્ટરના જાહેરનામાની અમલવારી થતી નથી તેનો અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને હાલમાં ટંકારા પોલીસ અને ધ્રોલ પોલીસ દ્વારા પુલના બંને બાજુએ પોલીસને રાખવામાં આવી છે બેરીકેટીંગ કરવામાં આવ્યું છે અને ટ્રક, ડમ્પર, સરકારી અને ખાનગી બસો સહિતના જે ભારે વાહનો છે તેની અવરજવર આ પુલ ઉપરથી સદંતર બંધ કરવામાં આવી છે અને લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે પુલનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યુ છે અને લગભગ દસેક દિવસમાં આ પુલ ભારે વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવુ માર્ગ મકાન વિભાગના વર્ક આસી. જય દુબરિયાએ જણાવ્યું છે.






Latest News