મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મેડીકલેમ આપવાની ના પાડતી વિમા કંપનીને વ્યાજ સહિત રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો હુકમ


SHARE







મોરબીમાં મેડીકલેમ આપવાની ના પાડતી વિમા કંપનીને વ્યાજ સહિત રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો હુકમ

મોરબીના વતનીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીનો વિમો લીધેલ હતો.ફરિયાદીના પત્નિ હોસ્પીટલમાં દાખલ થયેલ.આ ખર્ચની રકમ વિમા કંપનીએ આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને જાણ કરતા તેઓ દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કરવામાં આવતા ગ્રાહક અદાલતે ગ્રાહકને થયેલ ખર્ચના રૂપીયા વ્યાજ સહીત ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, કુંજનભાઈના પત્ની બિંદીયાબેન ઓબેસીટીની બિમારીના કારણે લાઈફ હોસ્પીટલમાં ચાર દિવસ દાખલ થયા હતા.કુંજનભાઈ પાસે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સનો વિમો હતો.ફરિયાદીએ તમામ કાગળો ઈન્સ્યુરન્સ કાુ.માં આપેલ પરંતુ વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી વિમો આપવાની ના પાડેલ તેથી તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે કહેલ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિમા કંપની રેપ્યુર્ડ લેટરનો આશરો લઈ શકે નહી.ગ્રાહકે વિમાની રકમ પ્રીમીયમ રૂપે ભરેલ છે.વિમો ન આપવો તે વિમા કંપનીની સેવામાં ખામી ગણાય માટે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીએ દર્દીને થયેલ ખર્ચના રૂા.૩,૪૨,૩૨૨ ૬ ટકાના વ્યાજ અને ખર્ચના રૂા.૫૦૦૦ સહીતની રકમ ચુકવવાનો આદેશ ફરમાવેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જરૂરી છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થામા પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News