મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં તાણ આંચકી ઉપડ્યા બાદ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીમાં તાણ આંચકી ઉપડ્યા બાદ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત 

મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ સારવારમાં ખસેડાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.મૃતક યુવાનને ડાયાબીટીસ, ગેંગરીંગ તેમજ કિડની સહીતની તકલીફ હોય સારવાર ચાલુ હતી.દરમિયાન તાણ આંચકી ઉપડતા સારવારમાં લઇ જવાયો હતો અને ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજેલ છે.

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ ભગવતી હોલ નજીકના કૈલાશ પાર્ક વિસ્તારમાં રહેતા રમેશભાઈ જેરામભાઈ કંજારીયા નામના ૪૫ વર્ષના સતવારા યુવાનને તા.૧૨-૧૨ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેના ઘરે તાણ આંચકી ઉપડી હતી.જેથી ૧૦૮ વડે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જોકે અત્રે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.બનાવની હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના સંજયભાઈ બાલાસરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને ડાયાબિટીસ ઊંચું રહેતું હતું અને જમણા પગના ભાગે ગેંગરીંગ થઈ ગઈ હોય રાજકોટ ખાતે સારવાર ચાલતી હતી અને સારવાર લઈને તેઓ મોરબી આવી ગયા હતા.બાદમાં ગઇકાલે તાણ આંચકી ઉપડી હોય તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જોકે તેમનું મોત નિપજયું હતું.હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એડિ નોંધ દાખલ થતા સ્ટાફના ડી.આર.ઝાલા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માત

મોરબીના શનાળા ગામની પાસે લીમડાવાળા મેલડી માતા મદિર પાસે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં વિજયભાઇ પ્રભુભાઈ વડગામા (૫૮) રહે.ક્રિષ્ના સ્કુલ પાસે રવાપર-ઘુનડા રોડ મોરબીને ઇજાઓ થઈ હોય સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન નજીક કોઈ કારણસર દવા પી જતા વિજયભાઈ નરશીભાઈ લોદરીયા (૩૨) રહે.પંચમુખી હનુમાન મંદિર વાળી શેરી ગુ.હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબીને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

હળવદના રાણેકપર ગામે રહેતા પરિવારનો ચિરાગ નવઘણભાઈ ખીમાણીયા નામનો સાત વર્ષનો બાળક બાઇકની પાછળ બેસીને વાડી વિસ્તાર બાજુથી જતો હતો ત્યાં ગામની પ્રાથમિક શાળા નજીક વાહન સ્લીપ થતા સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીના હરીપર ગામે રહેતા પરિવારનો વિક્રમ રાજેશભાઈ મેડા નામનો બે વર્ષનો બાળક કોઈ કારણોસર પાણીની કુંડીમાં ડૂબી ગયો હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતો ઉદય વિનોદભાઈ બાલાસરા નામનો ૨૩ વર્ષનો યુવાનિ વવાણીયા અને દહીંસરા ગામ વચ્ચેથી બાઇક લઈને જતો હતો ત્યાં રેલ્વેના નાલા પાસે બાઈક સ્લીપ થઇ જતા ઇજા પામતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ચરાડવા ગામે કિરીટભાઈ માકાસણાની વાડીએ રહીને કામકાજ કરતા રીકેશ ભુરાભાઈ તોમર નામના ૩૦ વર્ષના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવની એ ડિનિઝન પોલીસમાં જાણ કરાતા ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.




Latest News