મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલયમાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ભારતી વિદ્યાલયમાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર - શાંતિકુંજ દ્વારા સંચાલિત ગાયત્રી ચેતના કેન્દ્ર - મોરબી આયોજિત " વ્યસન મુક્તિ મહા અભિયાન " કાર્યક્રમ  યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા શૈલેષભાઈ ભટ્ટ (DY.DDO), વાત્સલ્યભાઈ ગડારા અને જીતેન્દ્રભાઈ સાણજા હાજર રહ્યા હતા. જેમાં શૈલેષભાઇ ભટ્ટે દરેક વિધાર્થીઓને વ્યસન મુક્તિ અભિયાન થી વાકેફ કરેલ તેમજ કઈ રીતે વ્યસન મૂકી શકીએ તે બાબતે ચર્ચા કરેલ હતી તેમજ શાળાના દરેક બાળકોને સંકલ્પ પણ લેવડાવેલ કે હું વ્યસન કરીશ નહીં અને બીજાને વ્યસન મુક્ત કરીશ . અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ વ્યસનથી પરિવારને થતી આર્થિક અને લોકોને થતી શારીરિક નુકસાની વિશે માહિતી આપી હતી શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ આવેલ તમામ ગાયત્રી પરિવારના સભ્યોનો આ વ્યસન મુક્તિ અભિયાનની માહિતી આપીને જાગૃતતા ફેલાવવા બદલ આભાર વ્યકત કરેલ હતો.




Latest News