મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં એક કરોડની કિંમતની સરકારી જમીન ઉપર અસામાજિક તત્વોએ બનાવેલ બે રહેણાંક મકાનને તોડી પાડ્યા


SHARE







મોરબીમાં એક કરોડની કિંમતની સરકારી જમીન ઉપર અસામાજિક તત્વોએ બનાવેલ બે રહેણાંક મકાનને તોડી પાડ્યા

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ. મફતિયાપરા વિસ્તારની અંદર સામાજિક તત્વો દ્વારા બે રહેણાંક મકાન બનાવવામાં આવ્યા હતા અને સરકારી જમીન ઉપર મકાન બનાવેલ હોય પોલીસ વિભાગ દ્વારા રેવન્યુ વિભાગને સાથે રાખીને આજે 40 ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર બનાવવામાં આવેલા બે ગેરકાયદે મકાનોને થોડી પાડવામાં આવ્યા હતા અને અંદાજે એક કરોડ રૂપિયાની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલ ગેરકાયદે દબાણ હોય તેને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામેના ભાગમાં મફતિયાપરા વિસ્તારમાં જુસબ ઉર્ફે જુસ્સો હબીબ જામ અને વલીમામદ હબીબ જામ દ્વારા સરકારી જમીન ઉપર બે રહેણાંક મકાન બનાવવામાં આવ્યા હતા અને આ શખ્સો અગાઉ દારૂ તથા શરીર સંબંધી ગુનામાં અવારનવાર પકડાયેલ હોય પોલીસ વિભાગ દ્વારા રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે રાખીને આજે સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. વધુમાં પોલીસ અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે બંને શખ્સોએ 20 - 20 ચોરસ મીટર જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરીને મકાન બનાવ્યા હતા જે બંને ઉપર સરકારી બુલડોજર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે અને અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરી મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સુચના મુજબ સીટી મામલતદાર હિતેશભાઈ કુંડારીયાને સાથે રાખીને બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News