હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારામાં બાંધકામ સાઇટ ઉપર દિવાલ તૂટી પડતાં એક શ્રમિકનું મોત, એકને ઇજા થતાં સારવારમાં


SHARE









ટંકારામાં બાંધકામ સાઇટ ઉપર દિવાલ તૂટી પડતાં એક શ્રમિકનું મોત, એકને ઇજા થતાં સારવારમાં

ટંકારામાં લતિપર ચોકડી પાસે બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બાંધકામની સાઇટ ઉપર એક દીવાલ તૂટી પડી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં એક શ્રમિક યુવાનનું મોત નીપજયું છે  અને એક ઇજા પામેલા શ્રમિકને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

ટંકારાની લતીપર ચોકડી પાસે કોર્ટની સામેના ભાગમાં નગરપાલિકાની હદમાં શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં બાંધકામ સાઇટ ઉપર શનિવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર દીવાલ તૂટી પડી હતી જેથી કરીને કમલેશ અમલિયાર નામના યુવાનને ગંભરી ઇજા થઈ હતી જેથી કરીને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ મૈડા નામના શ્રમિકને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News