હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાંથી 3.21 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત એલસીબી ની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 240 બોટલો મળી આવતા પોલીસે 3,21,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એકની ધરપકડ કરવામાં આવી છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ બી.ડી. ભટ્ટ તથા સુરેશભાઈ હુમ્બલ, શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા અને વિક્રમભાઈ કુગશીયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મોરબીના જુના રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ કોળીના ઘરની અંદર અલ્પેશભાઈ કોળી તથા રવિ કોળીએ ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવીને ઘરમાં છુપાવ્યો છે જેથી એલસીબી ની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 240 બોટલો મળી આવતા પોલીસે 3,21,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરિયા રહે. હાલ સિલ્વર પાર્ક સોસાયટી, જુના ઘૂટું રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી જોકે, મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરિયા અને રવિભાઈ રમેશભાઈ વિજવાડિયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી રવિ વિંજવાડીયા ને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે




Latest News