મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ ઔદ્યોધિક ભરતી મેળામાં ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરાઇ


SHARE







મોરબીમાં યોજાયેલ ઔદ્યોધિક ભરતી મેળામાં ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઇ.ટી.આઇ. ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં અદાણી ગ્રુપની જુદી-જુદી કંપનીઓની અંદાજે ૨૩૫ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ભરતીમેળામાં મોરબી અને  ગુજરાતનાં અલગ–અલગ જિલ્લાઓમાંથી કુલ ૪૮૩ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

સૌપ્રથમ અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓ માટે જરૂરી લાયકાત, પગાર તથા સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રોજગાર અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અને અદાણી કંપની વિશે અને ભવિષ્યના અલગ અલગ કાર્યક્ષેત્ર વિશે વિદ્યાર્થીઓને ઇન્ટારવ્યું આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજગારવાંચ્છુઓની  ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે કુલ ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૫ ઉમેદવારોને જિલ્લા રોજગાર અધિકારીનાં હસ્તે સિલેકશન લેટર આપવામાં આવ્યા હતા. અદાણી કંપનીના અધિકારીએ ગુજરાત સરકાર તથા જિલ્લા રોજગાર કચેરી મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પસંદગી પામેલ ઉમેદવારોએ ગુજરાત સરકારનો અભાર વ્યક્ત કર્યો હતો. અને જિલ્લા રોજગાર અધિકારી એમ.એન.સવનિયાએ જણાવ્યું હતું કે, અગામી સમયમાં પણ વિવિધ નોકરીદાતાઓ માટે જુદા જુદા સ્થળોએ ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી મોરબી તેમજ આઇ.ટી.આઇ મોરબીના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી






Latest News