મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ઉત્તરાખંડમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં મોરબીના શખ્સની ધરપકડ


SHARE













ઉત્તરાખંડમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં મોરબીના શખ્સની ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા ઉત્તરાખંડ પોલીસ મથકના એસઆઇ ધરમસિંહ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા.તેઓ દ્રારા અહીંની સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી અને ત્યાં તેઓના વિસ્તારમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ દિલાવર મોહમ્મદ જુણેજા રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૪ મોરબી ની અટકાયત કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને તેને તપાસના કામે સાથે ઉતરાખંડ લઈ જવામાં આવ્યો હોવાનું મોરબી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વૃદ્ધા સારવારમાં
ગોંડલ પાસેના મોવિયા ગામે શિવરાજગઢના દરવાજા પાસે રહેતા દયાબેન ગિરધરભાઈ કાલરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધા વાડી વિસ્તારમાંથી બાઇકમાં બેસીને પરત ઘર તરફ આવતા હતા.ત્યારે રસ્તામાં તેઓ પડી ગયા હોય તેઓને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે પીપળીયા ગામે રહેતો રાહુલ પ્રવીણભાઈ ચારોલીયા દેવીપુજક નામનો ૨૨ વર્ષીય યુવાન અજાણ્યા બાઈક સાથે અથડાતા તેને પણ ઇજા પામેલ હાલતમાં સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે કચ્છના આધોઈ પાસે આવેલ તોરણીયા ગામના સંજય વેલાભાઇ રાઠાણી નામનો ૨૨ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે કચ્છના વામકા ગામના પાટીયા પાસે બાઈક સાથે અજાણી કાર અથડાતા ઇજાગ્રસ્ત હાલતમાં સંજયભાઈને અત્રેની આયુષમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં
મોરબી સામેકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા જયશ્રીબેન પરેશભાઈ ગોહેલ નામના ૪૫ વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા.ત્યારે શાક માર્કેટ નજીક તેઓ પડી જતા ઇજા પામતા અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવા આવ્યા હતા.જ્યારે શહેરના કંડલા બાયપાસ પાપાજી ફનવલ્ડ પાસે રહેતા કાનાભાઈ રબારી નામના ૪૫ વર્ષીય યુવાન કંડલા બાયપાસ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા પડી ગયા હતા અને બેભાન હાલતમાં તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવ્યા હતા.

મહિલા સાથે મારામારી

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા અને રસોઈનું કામકાજ કરતા ગીતાબેન નાગેશ્રી નિરંજન મરાઠી નામના ૪૫ વર્ષીય મહિલાને બે લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી સારવાર બાદ તેઓએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જીગ્નેશ લાલાભાઇ ચૌહાણ રહે.ઝીંઝુવાડા પાટડી સુરેન્દ્રનગર અને દિપાલીબેન પ્રતાપસિંહ રાઠોડ રહે.પોલીસ ચોકી પાછળ ગરબી ચોક નજીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ સામેનાઓને પોતાના રસોડાના માલસામાન બાબતે પૂછવા ગયા હતા. ત્યારે જીગ્નેશભાઈ ચૌહાણ દ્વારા તેઓની સાથે ગાળો બોલી ઝપાઝપી કરવામાં આવી હતી અને નીચે પાડી દેવામાં આવતા તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.બનાવ સંદર્ભે નોંધ થતા સ્ટાફના એસ.એમ.કમોયા દ્વારા તપાસ કરવામાં આવી હતી






Latest News