મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોની ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાર બાદ તેના પરિવારજન દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઓરિન્ડા સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અજીતભાઈ રાજપાલસિંયાદવ (22) નામના યુવાને કોઈ કારણોસર લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર પંખા સાથે મફરલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની શૈલેન્દ્રસિંહ યાદવ (27) રહે. હાલ ઇટાલિકા કંપનીના લેબર કવાર્ટરમાં બંધુનગર મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત

મોરબીના જેતપર ગામે રહેતા મધુબેન મનસુખભાઈ પરમાર (42) અને જાનકી ડુંગરભાઇ પરમાર (16) નામના બે વ્યક્તિઓને રીક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના ભરતનગર અને બેલા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી જનાભાઈ માલાભાઈ (52) નામના આધેડ બાઈક લઈને જતા હતા તે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News