મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા


SHARE







મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા

ટ્રકે એકટીવાને ઉડાવ્યું: લેબર કવાર્ટર અને ગુંગણ ગામે મારામારી

 મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર બાઈક-કાર અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં ઈજાઓ પામેલ મહમદ પરવેઝ (38) અને અનીલ બુધ્ધુન (34) રહે. બંને મધુ સ્મૃતિ સોસાયટી શોભેશ્ર્વર મંદિર પાસે ઘુંટુને ઈજાઓ થતા બંનેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લઈ જવાયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી.

 જયારે સવિતાબેન ચુનીભાઈ નામના 63 વર્ષના વૃધ્ધા બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. તેમજ નવાડેલા રોડ ઘાંચી શેરીમાં રહેતા રાભીયાબેન દાઉદભાઈ પરમાર (ઉ.57) નામની મહિલા બાઈકમાં બેસીને જતા હતા તે વેળાએ તેઓનું બાઈક સ્લીપ થઈ જતા તેઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

ટ્રક હડફેટે
 સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલની પાસે અજાણ્યા ટ્રકના ચાલકે એકટીવાને હડફેટે લેતા રેલ્વે સ્ટેશન બાજુથી સામાકાંઠે જઈ રહેલા કૃષ્ણકુમાર જગાભાઈ કણબી (ઉ.32) રહે. ગાયત્રીનગર વાવડી રોડને ઈજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જયારે મોરબીના માળીયા હાઈવે નવી ટીંબડી ગામે રહેતો મુકેશભાઈ છગનભાઈ પરમાર (36) નામનો યુવાન ગામ પાસેથી રીક્ષા લઈને જતો હતો. ત્યારે રીક્ષા પલ્ટી જતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા
 ઘુંટુ રોડ સિમ્પોલો સિરામીકના લેબર કવાટરમાં રહી મજુરી કામ કરતા રમેશસિંગ ગોપાલસિંગ (39)ને યુનીટ પાસે મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. તેમજ મુળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી રહી મજુરી કામ કરતો મુકેશ ગુલાભાઈ નામનો 35 વર્ષનો યુવાન પાનેલી ગામેથી મોરબી આવતો હતો. ત્યારે રફાળેશ્ર્વર ગામે આવેલ મચ્છુનગર પાસે બાઈક સ્લીપ થતા સારવારમાં ખસેડાયો હતો.

મારામારી
 જયારે ગુંગણ ગામે થયેલ મારામારીમાં ઈજા થતા પીન્ટુ નરભેરામ જીંજુવાડીયા (ઉ.18)ને સારવારમાં લઈ જવાયો હતો. તેમજ સામાકાંઠે ત્રાજપર ખારી યોગીનગરમાં રહેતા પ્રકાશ વિનોદભાઈ સરાવાડીયા નામના 18 વર્ષના યુવાનને ઘુંટુ ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે આયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો.

આધેડ સારવારમાં
 મોરબી નવલખી રોડ રણછોડનગરમાં રહેતા ભરતભાઈ જયંતિભાઈ અઘારા કોળી નામના 57 વર્ષના આધેડને ઘર પાસે ઝેરી જનાવર કરડી જતા સારવારમાં સિવિલે લઈ જવાયા હતા. જયારે બેલા ગામે આવેલ રામદુત પેકેજીંગમાં પહેલા માળેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત વિકીભાઈ (ઉ.20)ને સારવાર માટે અત્રેની સિવિલે લઈ જવાયો હતો.

બાઈક-કાર અકસ્માત
 રફાળેશ્ર્વર ગામ નજીકથી બાઈક લઈને જઈ રહેલા પદમસિંગ બાબુલાલ ધારીવાલ (ઉ.32) રહે. ઈટાલીકા સીરામીક પાસે બાઈકને અજાણ્યા કારના ચાલકે હડફેટે લેતા સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ વાંકાનેર હાઈવે મકનસર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી રહી મજુરીકામ કરતા રામનારાયણ ચોરસીયા (ઉ.36) નામના યુવાનને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો






Latest News