મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં બાકી નીકળતા રૂપિયા માંગતા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











માળીયા (મી)માં બાકી નીકળતા રૂપિયા માંગતા યુવાન ઉપર છરી વડે હુમલો

માળીયા (મી)માં જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા યુવાને બાકી નીકળતા રૂપિયા માંગતા સામે વાળા શખ્સને તે સારું લાગ્યું ન હતું જેથી કરીને યુવાનની સાથે ઝઘડો કરીને તે શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો ત્યારે તે યુવાનને ડોક તથા જમણા હાથના બાવળામાં છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને લખાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)માં જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટી (22) નામના યુવાને સમીર હુસેનભાઈ જેડા રહે. વાડા વિસ્તાર માળીયા (મી) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેને સમીર જેડા પાસેથી પૈસા લેવાના હતા જે બાકી નીકળતા પૈસા ફરિયાદીએ માંગ્યા હતા જે તેને સારું નહિ લાગતાં આરોપીફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદ ઉપર હુમલો કરીને તેને ડોકમાં ડાબી સાઈડે તથા જમણા હાથની બાવળા ઉપર છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News