સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તંત્રની એલર્ટનેસ જાણવા માટે યોજાયેલ મોકડ્રિલ નવલખી બંદર ઉપર નાટકીય રીતે પુર્ણ, અધિકારીઓમાં પણ હાસ્યનો માહોલ !


SHARE











ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત પરિસ્થિતિ નું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે સમગ્ર સરકારી તંત્ર કેટલું એલર્ટ છે તે જોવા જાણવા માટે સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જોકે મોરબી જિલ્લામાં જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે મોકડ્રીલ નાટક જેવી હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો હતો કારણ કે મોરબીના નવલખી બંદર ઉપર મોકડ્રીલ કરવામાં આવી હતી તેના માટેનો કોલ પાસ કરવામાં આવે ત્યારે પહેલા જે તમામ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર હતા અને ત્યારબાદ નાટકીય રીતે મોકડ્રીલને પૂર્ણ કરવામાં આવી હતી

પહેલગામ ખાતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને સમગ્ર ભારતની અંદર આ હુમલાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળતો હતો ત્યારે બુધવારની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ભારતીય સેના દ્વારા પીઓકે માં 100 કિલોમીટર સુધી અંદર ઘૂસીને આતંકીઓના જે અડ્ડા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને લગભગ 100 થી વધુ લોકોના મોત આ એર સ્ટ્રાઈકમાં થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે બુધવારે બપોરે સમગ્ર દેશની અંદર જુદા જુદા રાજ્ય અને જિલ્લાઓના મોકડ્રીલ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ મોકડ્રીલનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ આ મોકડ્રીલ નાટકીય રીતે કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.

મોરબી જિલ્લામાં કુલ મળીને બે જગ્યા ઉપર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરની મધ્યમાં આવેલ નવા બસ સ્ટેશન ખાતે એક મોકડ્રીલ યોજાઈ હતી જ્યારે બીજી મોકડ્રીલ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં નવલખી ખાતે યોજાઇ હતી જ્યાં આતંકવાદી હુમલો થયો છે તે પ્રકારનો કોલ બપોરે ચાર વાગ્યે આપવામાં આવ્યો હતો જો કે તંત્ર દ્વારા આતંકવાદી હુમલાનો કોલ મોકડ્રીલ માટે આપવામાં આવે ત્યારે પહેલા જ ફાયર વિભાગ, 108 ની ટીમ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ સહિતના સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ત્યાં હાજર હતા અને ચાર વાગ્યે નાટકીય રીતે નવલખી બંદર ઉપર મોકડ્રીલ કરવામાં આવી હતી જે અધિકારીઓમાં પણ હાસ્યસ્પદ બની હતી.

નવલખી બંદર ઉપર આતંકવાદી હુમલો થયો છે તે પ્રકારની મોકડ્રીલ યોજવામાં આવી હતી જોકે નવલખી બંદર ઉપર તમામ પ્રકારના ઓપરેશનો છેલ્લી ઘડી સુધી ચાલુ રાખવામાં આવ્યા હતા અને જે ઈન્ડોનેશિયા કોલ નવલખી બંદર ઉપર આવે છે તે ઇન્ડોનેશિયા કોલને જુદા જુદા ટ્રક અને ડમ્પરની અંદર ભરીને લઈ જવા માટેની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી હતી ત્યારે શું આતંકવાદી હુમલો થયો હોય તો આ રીતે પોર્ટની અંદર તમામ પ્રકારના ઓપરેશન ચાલુ રાખી શકાય કે કેમ આ બાબતનો પણ અધિકારીને ખ્યાલ ન હોય તેવો ઘાટ આ નાટકીય મોકડ્રીલ દરમ્યાન જોવા મળ્યો હતો






Latest News