મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા


SHARE









મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા

મોરબી જિલ્લામાં સોમવારે પડેલા કમોસમી વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ નાના મોટી નુકસાની થાય છે ત્યારે જો વાત મોરબીના મીઠા ઉદ્યોગની કરીઓ તો હાલમાં મીઠા ઉદ્યોગમાં તૈયાર પાક હતો તેના ઉપર મીઠું પાણી પડવાના કારણે મીઠાના ઉદ્યોગને નુકસાન થયું છે તેમજ મીઠાના અગરમાં ઊભા કરવામાં આવેલ વીજ પોલ ઘણી જગ્યાએ તૂટી પડ્યા છે જેથી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયેલ છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરમાં મીઠાની હાલમાં સિઝન ચાલી રહી છે તેવામાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરોમાં તૈયાર મીઠાના પાક ઉપર આકાશમાંથી મીઠું પાણી પડ્યું છે જેથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ બાબતે મોરબી સોલ્ટ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માળિયા તાલુકાના બગસરા, જાજાસર, ભાવપર, સૂરજબારી હરીપર સહિતના વિસ્તારોમાં મીઠા ઉદ્યોગમાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને મીઠાના અગરમાં વરસાદનું પાણી ભરાવાના કારણે મીઠાના તૈયાર પાકને નુકસાન થયું છે. જો કે, કેટલું નુકસાન થયું છે તે હાલમાં કહી શકાય નહીં. અને મીઠાના અગરોમાં ઊભા કરવામાં આવેલા વીજ પોલમાંથી ઘણા વીજ પોલ તૂટી પડ્યા છે જેથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલ છે. અને વીજ કંપનીના અધિકારીના કહેવા મુજબ માળીયાના હરિપરની આસપાસમાં 10 જેટલા વીજ પોલ તૂટી પડ્યા છે. જેને રીપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈપણ જગ્યાએ વીજ પોલ કે વીજ વાયર તૂટી ગયા હશે તો તેને પણ ઝડપથી રિપેર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News