મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE







હળવદનાં પલાસણ ગામના યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

હળવદનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી અને તે મૃતક યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45)ની હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચે હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મૃતક તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરાને માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું જેથી તેની બોડીને પીએમમાં મોકલાવી હતી અને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા એ પલાસણ ગામના રહેવાસી ઝાલાભાઇ રામાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવેલ હતું જેમાં જણાવ્યુ હતું કેતેના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતી તેનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારીને હત્યા કરી છે જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News