મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ


SHARE







મોરબીમાંથી 250 લિટર દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સ પકડાયા, મહિલા બુટલેગરની શોધખોળ

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી બલેનો ગાડી નંબર જીજે 36 એપી 5003 પસાર થઈ રહી હતી ત્યારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી પ્લાસ્ટિકના 10 બાકા મળી આવ્યા હતા તેમાંથી 250 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 50,000 ની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી વિશાલભાઈ હરખાભાઈ ઝિંઝવાડીયા (20) રહે. પાણીની ટાંકી પાસે જેતપર તથા કિશનભાઇ રમેશભાઈ મકવાણા (20) રહે. વીસીપરા મદીના સોસાયટી બિલાલી મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. શોભેશ્વર સોસાયટી જુના ઘૂટું રોડ મોરબી વાળીનું દારૂ મંગાવનાર તરીકે નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News