મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ

એમપીથી મજૂરી કામ માટે મોરબી આવેલ પરિવાર મોરબી તાલુકાનાં બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતો હતો અને ટે પરિવારની સગીર દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદમાં તે પરિવાર તેના વતન ગયો હતો ત્યાં સગીરા સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જીરો નંબરથી ફરિયાદ આવેલ હતી જેની તપાસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને થોડા સમય પહેલા મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેવર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીની સાથે ગત તા.1/8/24 થી 31/8/24 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે લેબર ક્વાર્ટરમાં બળજબરી કરીને દુષ્કર્મ કર્યું હતું જો કે ત્યાર બાદ સગીરાનો પરિવાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યાં જઈને ખબર પડી હતી કે સગીરા સગર્ભા છે જેથી કરીને મધ્યપ્રદેશ ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ  નોંધાવેલ હતી જે ફરિયાદ ઝીરો નંબરથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો દરમ્યાન ફિરોજભાઈ સુમરામ વનરાજભાઈ ચાવડા અને દશરથસિંહ મસાણીએ દુષ્કર્મ, પોકસો અને ધમકી આપવાના ગુનાનો આરોપી મહરાષ્ટ્રના કોલ્હાપૂરમાં હોવાની બાતમી આધારે ત્યાંથી શોધી કાઢેલ છે અને ઓળખ પરેડ કરાવતા સગીરાએ આરોપીને ઓળખી બતાવેલ છે જેથી કરીને આરોપી નીરાજસિંહ બલવાનસિંહ ગોડ (20) રહે. સીજહાર બહંગામા મહોલ્લા ડોકરિયા બીજરાવગઢ કટની એમપી વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News