મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીના મકાનમાંથી 18 બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીના મકાનમાંથી 18 બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 18 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 10,310 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેસર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા કાળુભાઈ સીતાપરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 18 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 10,310 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કાળુભાઈ ગોરધનભાઈ સીતાપરા (60) રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા ગુલામકાસમ અબ્દુલભાઈ બાદી (43) નામનો યુવાન ગામમાં દરગાહ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News