મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબી નજીક રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઘૂટું ગામની સીમમાં કેનાલ પાસેથી યુવાને રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષામાં આગળના ભાગે આગ લાગતા તે યુવાન શરીરે દાઝી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો વસંતભાઈ અમરશીભાઈ ચાવડા (35) નામનો યુવાન ગત તા. 1/4/ 25 ના રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરેથી મોરબી બાજુ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2003 લઈને આવી રહ્યો હતો દરમિયાન મોરબી ઘૂટું ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસે તેની રીક્ષા પહોંચી હતી ત્યારે કોઈ કારણોસર રિક્ષામાં આગળના ભાગમાંથી આગ લાગી હતી જેથી કરીને વસંતભાઈ ચાવડા ગંભીર રીતે શરીરે દાઝી ગયા હતા માટે તેને સારવારમાં પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર ચાલી રહી હતી દરમિયાન ગઈકાલ તા. 7/4/25 ના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ હરેશભાઈ અમરશીભાઈ ચાવડા (34) રહે આંદરણા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News