મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર ડબલ સવારી બાઇકને કન્ટેનર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના મોત


SHARE











મોરબીના ઘુંટુ રોડ ઉપર ડબલ સવારી બાઇકને કન્ટેનર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના મોત

મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપરથી ગઈકાલના સાંજના ચારેક વાગ્યાના અરસામાં ડબલ સવારી બાઈક જતું હતું.ત્યારે અજાણ્યા કન્ટેનર ટ્રક ટ્રેલરના ચાલક દ્વારા આ બાઈકને ટક્કર મારવામાં આવી હતી. જેથી કરીને ઘટના સ્થળે એક યુવાનનું મોત નિપજયુ હતુ.જ્યારે બીજા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું પણ મોત નિપજયુ હોય હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ કનૈયા પાન પાસે ગઈકાલ તા.૧-૪ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં રોડ અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં બાઈક લઈને જઈ રહેલા સાવન મોમજીભાઈ પાટડીયા કોળી (૧૮) રહે.ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ તથા યશ રમેશભાઈ માજુસા કોળી (૨૧) રહે.ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે મોરબી-૨ ના બાઈકને અજાણ્યા કન્ટેનર ટ્રક ટેલરના ચાલકે ટક્કર મારી હતી.આ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે સાવન મોમજીભાઈ પાટડીયા નામના કોળી યુવાનનું મોત થયુ હતું.જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં યશ રમેશભાઈ માજુસાને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તા.૧-૪ ના રાત્રીના ૮:૩૦ વાગ્યાના અરસામાં યશ રમેશભાઈ માજુશા નામના યુવાનનું પણ મોત નિપજયુ હતુ.આજરોજ ઇન્દિરાનગર વિસ્તારમાંથી બંને યુવાન મિત્રોની સ્મશાન યાત્રા નીકળી હતી.જેથી કરીને લોકોના આંખોના ખુણા ભીના થઈ ગયા હતા.હાલ બનાવ સંદર્ભે જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે અને અકસ્માત સર્જીને ભાગી છુટેલા કન્ટેનર ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.

દારૂ સાથે એક પકડાયો

મોરબીના કંડલા બાયપાસ ઉપર નવલખી ઓવર બ્રિજ નીચેથી પસાર થતાં રાહુલ ઉર્ફે ધૂમો કાંતિભાઈ સરવૈયા કોળી (૧૯) રહે.સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ ને અટકાવીને પોલીસ દ્રારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હોય રૂપિયા ૧૨૦૦ ની કિંમતના દારૂ સાથે હાલ તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાયો છે.તે આ બોટલો ક્યાંથી લાવ્યો હતો ? તે દિશામાં હાલ એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો અંકુર ઈશ્વરભાઈ વાંઝા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રફાળેશ્વર ચોકડી પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા જમણા હાથના કાંડાના ભાગે ઇજા પામેલ હાલતમાં તેને અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સીમાં એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ નવીનભાઈ પટેલ નામના ૪૦ વર્ષના યુવાનને તેના એપાર્ટમેન્ટના નીચે પાર્કિંગમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી.જેથી હિતેશભાઈ પટેલને સારવાર માટે ખસેડાયા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.

 

 

 

 






Latest News