મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ નજીક અજાણ્યા ઇસમોએ જવલનશીલ પદાર્થ છાંટતા દાઝી ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના ઘૂટું ગામ નજીક અજાણ્યા ઇસમોએ જવલનશીલ પદાર્થ છાંટતા દાઝી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના અંદરણા ગામે રહેતો યુવાન ઘુટુ કેનાલ પાસેથી પોતાની રીક્ષા લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ તેના ઉપર જવલનશીલ પદાર્થ છાંટતા યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ ચાવડા (32) નામનો યુવાન પોતાના હવાલા વાળી રીક્ષા લઈને મોરબીના નજીક ઘૂટું ગામ પાસે કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ જવલનશીલ પદાર્થ તેના ઉપર છાંટતાં તે યુવાન દાઝી ગયો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા નંદરામભાઇ મેસવાણીયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે રીક્ષા જઇ રહી હતી જે રિક્ષામાં મોરબીના કુબેરનાથ મેઇન રોડ ઉપર રહેતા સહદેવસિંહ હિતુભા ઝાલા (52) નામના આધેડ બેઠેલા હતા ત્યારે પાછળથી બોલેરો ગાડીના ચાલકે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને ઇજા થ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News