મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ


SHARE







સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ

તાજેતરમાં મોરબી સીવીલ કોર્ટમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે ભાડુઆત સામે લાલ આંખ કરી હતી અને ભાડાવાળી મિલ્કત ખાલી કરીને તેનો કબજો માલિકને સોંપવા માટેનો સિમાચિહન ચુકાદો આપેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર મુર્તુઝાભાઈ મુસ્તક્ષભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાની સંયુક્ત માલિકીની દુકાનો આવેલ છે જે દુકાનો માહેથી એક દુકાન જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ તેમના પિતા વખતથી ભાડે રાખેલ હતી અને આ ભાડાવાળી દુકાન માત્રને માત્ર સાઈકલો ભાડે આપવા બેસવા ધંધો કરવાના હેતુથી ભાડે આપેલ હતી અને આ દુકાનમાં દુકાનમાલિકની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ ધંધો કરવાનો નથી તેવી શરત ભાડાચિઠ્ઠીમાં લખવામાં આવેલ હતી પરંતુ ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ દુકાનમાલિકની પૂર્વ લેખિત પરવાનગી મેળવ્યા વિના ભાડાવાળી દુકાનમાં સી.ડી. અને ડી.વી.ડી. વેચવાનો ધંધો કરેલ અને ત્યારબાદ ચા-પાણી વિગેરેનું વેચાણ કરવાનો ધંધો કરી ભાડાચિટ્ટિની શરતનો ભંગ કર્યો છે. ઉપર મુર્તુઝાભાઈ મુસ્તાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાએ તેમના વકીલ નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆ અને ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ મારફતે મોરબીની દિવાની અદાલતમાં ભાડાવાળી દુકાનનો ખાલી કબજો મેળવવા રે.દિ.મુ.નાં. ૭૨/૨૦૧૩ થી દાખલ કરેલ હતો જે દાવો મોરબીના મહે. એડિશનલ સીવીલ જજ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદી મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાનો દાવો મંજુર કર્યો છે અને પ્રતિવાદી જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાને ભાડાવાળી દુકાન ખાલી કરી તેનો કબજો હુકમની તારીખથી દિન-૬૦ માં વાદીને સોંપી આપવાનો હુકમ કર્યો છે અને સિમાચિહન ચકાદો આપેલ છે.આ કેસમાં વાદી પક્ષે વકીલ તરીકે નવલચંદભાઈ જી.કારીઆ, ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.જોકે વર્ષ ૨૦૧૭ માં એડવોકેટ નવલચંદભાઈ કારીઆનું અવશાન થતા કેસ ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીઆએ ચલાવ્યો હતો.






Latest News