હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નજીક અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવરનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીના નજીક અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવરનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના સોખડા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલક પોતાના ટ્રકની કેબિન બાજુ જતો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા ચગદાઈ જવાથી આધેડનું મોત નીપજયું હતું જે બનાવની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ધનાભાઈ બેરાજભાઈ ચનપા નામના વ્યક્તિએ અજાણ્યા ટ્રક કન્ટેનર ચાલક સામે તા.6/3 ના રોજ ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના સોખડા ગામના પાટીયા નજીકથી ગત તા. 24/2 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં તેઓ ટ્રક લઈને જતા હતા ત્યારે તેમના ટ્રકમાં પાછળ અવાજ આવતો હતો જેથી ટ્રકના ડ્રાઇવર નુરમામદભાઈ હુસેનભાઇ રૂંજા રહે. ગાંધીનગર ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા વાળાએ પોતાનો ટ્રક રોડ સાઈડમાં પાર્ક કર્યો હતો અને નીચે ઉતરીને પાછળની બાજુ અવાજ આવતો હતો ત્યાં જોવા મળે ગયા હતા ત્યાર બાદ તેઓ ટ્રક નીચેથી નીકળીને પરત પોતાના ટ્રકની કેબિન તરફ આવવા માટે રોડ ઉપર આવ્યા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા ટ્રકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને નુરમામદને માથા અને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું. જે બનાવની ફરિયાદ નોંધાયેલ હતી જેની તપાસ પીએસઆઈ ડી.ડી. જોગેલા અને તેની ટિમ કરી રહી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી ધારાસીંગ સાદુરસિંગ ગુર્જર રહે. સુલતાનપુર ખેરલા મહુવા છેપરા રાજસ્થાન વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં દંપતિ અને દીકરીને ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બ્રિજેશભાઈ રમેશભાઈ ભંખોડીયા (43), અક્ષીતાબેન બ્રિજેશભાઈ ભંખોડીયા (40) અને અંજનાબેન બ્રિજેશભાઈ ભંખોડીયા (20) રહે. નજરબાગ રોડ મોરબી વાળાઓને ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News