મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સની 10,100 ની રોકડ સાથે ધરપકડ


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સની 10,100 ની રોકડ સાથે ધરપકડ

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બાલમંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બાલમંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રવજીભાઈ બાબુભાઈ મકવાણા (58), સંજયભાઈ ધનજીભાઈ ગણેશિયા (32), વીહર મગનભાઈ હમીરપરા (33) અને સાગર મગનભાઈ બોરસણીયા (31) રહે. બધા ત્રાજપર ખારી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ યશ પોલીપેક સામે બાઇક ચાલકે હડફેટે લેતા સુમિત શૈલેષભાઈ દેગામા (11) નામના બાળકને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસિનેમા પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું જે બનાવમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા ઈરફાન હાસમભાઈ મોર (17) નામના તરુણને ઇજા થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News