મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઇક વચ્ચે ટક્કર: નોકરીએ જતાં યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત


SHARE











હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઇક વચ્ચે ટક્કર: નોકરીએ જતાં યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત

હળવદના મિયાણી ગામે રહેતો યુવાન પોતાના ઘરે થી કારખાને નોકરીએ જતો હતો ત્યારે ડબલ સવારી બાઇક લઈને આવેલ શખ્સે તેનું બાઈક યુવાનના બાઈક સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જના બાઈક ચાલક તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલ વ્યક્તિને પણ ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા લલિતભાઈ ઉર્ફે લાલજી ઘનશ્યામભાઈ સિહોરા (28)એ હાલમાં બાઈક નંબર જીજે 13 કેકે 5223 ના ચાલક વીરજીભાઈ દલવાડી રહે. જુના અમરાપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો નાનો ભાઈ ગોપાલ ઘનશ્યામભાઈ સિહોરા (25) ગત તા. 25/3 ના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 1582 લઈને ઘરેથી હળવદથી ઘનશ્યામ ગઢ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપ સામે કારખાનામાં નોકરી કરતો હોય ત્યાં જઈ રહ્યો હતો દરમિયાન આરોપીએ તેના હવાલા વાળું બાઈક પેટ્રોલ પંપ ખાતે લઈ જઈને ત્યાં પોતાના બાઈકમાં પેટ્રોલ પુરાવ્યું હતું અને ત્યારબાદ આગળ પાછળ જોયા વગર સીધા રોડ ઉપર નીકળતા ફરિયાદીના ભાઈના બાઈકની સાથે તેનું બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું આ બનાવમાં અકસ્માત સર્જના બાઈક ચાલક તથા તેની સાથે બેઠેલ વ્યક્તિને પણ ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News