મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલમાં ૧૦૦ વર્ષના દર્દીનું હર્નિયાનું ઓપરેશન સફળતાપુર્વક કરાયુ


SHARE











મોરબી આયુષ હોસ્પિટલમાં ૧૦૦ વર્ષના દર્દીનું હર્નિયાનું ઓપરેશન સફળતાપુર્વક કરાયુ


હાલ માં જ આયુષ હોસ્પિટલ દ્વારા એક અનોખી સફળતા પ્રાપ્ત કરવા માં આવી છે ૧૦૦ વર્ષ ના દર્દી છેલ્લા ૫ દિવસ થીં ભોજન લઇ ન શકતા હતા અને મળ પાસ ન કરી સકતા હતા તેઓ આયુષ હોસ્પિટલ માં ઈમજન્સી સારવાર માટે આવ્યા. ડો.વિમલ દેત્રોજા [એંડવાન્સ લેપ્રોસ્કોપ્ય સર્જન] અને તેમની ટીમેં તપાસ હાથ ધરી. સોનોગ્રાફી અને બ્લડ રિપોટના આધારે જાણવા મળ્યું કે દર્દી ને (હર્નિયા) આંતરડું ફસાઈ ગયું હતું, અને તરત જ ઈમજન્સી ઓપરેશન કરવા જરૂર હતી.

મોટા જોખમ વચ્ચે સફળ ઓપરેશન
દર્દી ની ઉમર (૧૦૦ વર્ષ) હોવાને કારણે ઓપરેશનમાં અનેક જોખમ હતા. પરંતુ ડો.વિમલ દેત્રોજા,નિષ્ણાત એનેસ્થેતિસ્ટ ડો.અદિતિ જાલાવાડીયા અને ઓપરેશન ટીમની મેહનતથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા માં આવ્યું ઓપરેશન પછી દર્દીને આઇસીયુ માં ડો.રિંકલ રામોલીયા અને આઇ.સી.યુ. ટીમ દ્વારા સારવાર આપવા માં આવી અને હવે દર્દી ને સંપૂર્ણ રીતે સ્વસ્થતા સાથે રજા કરવા માં આવી.

આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર
આયુષ હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન વિના મુલ્યે આયુષમાન કાર્ડ હેઠળ નિશૂલ્ક સારવાર કરવામાં આવી છે.જે દર્દી માટે મોટી રાહત સમાન છે.આ સફળતા માટે આયુષ હોસ્પિટલના ડો.વિમલ દેત્રોજા, ડો.અદિતિ જાલાવાડીયા, ડો.રિંકલ રામોલીયા તથા આખી આયુષ હોસ્પિટલની ટીમને અભિનંદન!






Latest News