મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતાને ગાળો આપનારને સમજાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતાને ગાળો આપનારને સમજાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનની માતાને પાડોશમાં રહેતા મહિલા ગાળો આપતા હતા જેથી કરીને યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે સામેવાળી મહિલાના પતિ અને બે દીકરાએ તે યુવાનને પકડી રાખીને પ્લાસ્ટિક તથા સ્ટીલના પાઇપ વડે માર માર્યો હતો અને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર તથા શરીરે ઇજાઓ કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં રહેતા મોહસીનભાઈ હબીબભાઈ જાફરાણી (34)એ હાલમાં તબશુનબાનુ શાકિરહુશેન શેખ, શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ, આસિફરજા શાકિરહુશેન શેખ અને તહેશીલરજા શાકિરહુસેન શેખ રહે. બધા ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના માતાને તબશુનબાનુ ગાળો બોલતા હતા જેથી ફરિયાદી યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ અને આસિફરજા શાકિરહુશેન શેખએ તેને પકડી રાખ્યો હતો અને તહેશીલરજા શાકિરહુસેન શેખ પોતાની ગાડીમાંથી પ્લાસ્ટિકનો ધોકો લાવ્યો હતો જ્યારે તબશુનબાનુ તેના ઘરમાંથી સ્ટીલનો પાઇપ લાવ્યા હતા અને ત્યારબાદ ધોકા અને પાઇપ વડે યુવાનને શરીર ઉપર માર માર્યો હતો અને ડાબા હાથની આંગળીમાં ફેક્ચર જેવી ઈજા કરી હતી આટલું જ નહીં પરંતુ યુવાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News