મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક શિવપાર્ક-2 માં ઘરમાંથી 57 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એક શખ્સની શોધખોળ


SHARE











મોરબીના પીપળી નજીક શિવપાર્ક-2 માં ઘરમાંથી 57 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એક શખ્સની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક-2 માં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 57 બોટલ દારૂ મળી આવતા પોલીસે 32034 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવપાર્ક-2 માં રહેતા દર્શનભાઈ વરાળીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 57 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 32034 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી દર્શનભાઈ કનુભાઈ વરાળીયા (29) રહે. હાલ શિવપાર્ક પીપળી ગામ પાસે મોરબી મૂળ રહે. હતાલુકો બોટાદ વાળાની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જયરાજભાઇ ખાચર રહે. બોટાદ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધેલ છે અને હવે જયરાજભાઈ ખારને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા કાળુસિંહ બંનેસિંહ રાઠોડ (30) નામના યુવાનનું ખાખરેચી ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ રાતડીયાની વાડી ખાતે રહેતા રજનીબેન પ્રદીપભાઈ પરમાર (26) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પંચાસરથી બાદપર ગામ તરફ જવાના રસ્તા ઉપર બ્રિજનું કામ ચાલુ છે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો અને રજનીબેનને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News