મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ-રફાળેશ્વર પાસે જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના ઉંચી માંડલ-રફાળેશ્વર પાસે જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબીના ઉંચી માંડલ અને રફાળેશ્વર પાસે અકસ્માતના જુદાજુદા બે બનાવ બનેલ હતા અને તે બંને બનાવમાં બાઈકની આડે કૂતરું આવી જવાથી બાઇક લઈને જતાં યુવાન રસ્તા ઉપર પડી જવાથી જે યુવાનને ઇજા થયેલ હતી જે બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ ખાતે રહેતા ધમસાણી બીપીનકુમાર લક્ષ્મીધરભાઈ (46)નામનો યુવાનો બાઇક લઈને મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું અને આ બનાવમાં બીપીનકુમારને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં રહેતા જેકીનકુમાર ચંદુલાલ કગથરા (33) નામનો યુવાન બાઇક લઈને મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ દરિયાલાલ રિસોર્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇક આડે કૂતરું ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા વસીમભાઈ (35)ને ગામ નજીક સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News