મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં અયોધ્યાપૂરી અને વાવડી રોડે દારૂની બે રેડ: 21 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં અયોધ્યાપૂરી અને વાવડી રોડે દારૂની બે રેડ: 21 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબી શહેરના અયોધ્યાપૂરી મેઇન રોડ પાસે આવેલ મદીના પેલેસ સામે તથા વાવડી રોડ ઉપર દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુળ મળીને 21 બોટલ દારૂ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં બે શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે જો કે, એક શખ્સનું નામ સામે આવેલ હોય તેને પકડવા માટે જવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના અયોધ્યાપૂરી મેઇન રોડ પાસે આવેલ મદીના પેલેસ સામેની શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 15 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5688 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નિજામભાઈ જુસબભાઈ કટિયા (26) રહે. અયોધ્યાપુરી રોડ મચ્છુ માતાના મંદિર સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ શખ્સે દારૂની બોટલો વસીમ ઉર્ફે કાબરો અલીભાઈ મોર રહે. ધ્રાંગધ્રા વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે વસીમ ઉર્ફે કાબરો મોવરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પંપ સામે ઉમિયા સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 4176 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી લખનભાઈ ઉર્ફે રાજુ નીતિનભાઈ ભટ્ટી (20) રહે. પ્રભુનગર મકાન નં-13 વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામે રહેતા હરીશભાઈ લક્ષ્મણભાઈ ભૂંભરીયા (56) ને નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિર પાસે ઘરે તેના દીકરાએ માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી






Latest News