મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર નજીક રીક્ષાને હડફેટ લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ


SHARE







મોરબીના લૂંટાવદર નજીક રીક્ષાને હડફેટ લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામના પાટીયાથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના ભાગમાં સીએનજી રીક્ષાને બોલેરો ગાડીના ચાલકે હડફેટ લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લૂંટાવદર ગામે રહેતા રફીકભાઈ આમદભાઈ ચાનિયા (44)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0171 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના લૂંટાવદર ગામથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના ભાગમાં જીઇબીની ઓફિસની નજીકથી તેઓનો ભત્રીજો સોહિલ સલીમભાઈ ચાનીયા (37) રહે. લૂંટાવદર વાળો સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2568 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેની રીક્ષાને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો અને તેમાં સોહિલ ચાનીયાને ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતકના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી રાહુલભાઈ બાબુભાઇ ખરાડી (22) રહે. સાબારકાંઠા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News