મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિર યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિર યોજાશે

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડી ખાતે આગામી તા. 5/3 ના સવારના 9 કલાકના બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત મોરબી અને જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ- મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 થી 65 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય અને ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ધરાવતી કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રકતદાન કરનાર વ્યક્તિનું હિમોગ્લોબીનનું પ્રમાણ 12.5 જી/ડીએલ થી વધારે હોવું જોઈએ. તેમજ દર ત્રણ મહિને રક્તદાન કરી શકાય છે. રકતદાન થકી આપણે કોઈનું અમૂલ્ય જીવન બચાવવાની યાત્રામાં સહયોગી બની શકીએ છીએ. ઉક્ત રકતદાન શિબિરમાં સ્થાનિકો સહિત આસપાસના વિસ્તારમાંથી નાગરિકો મહત્તમ સંખ્યામાં ભાગ લે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી, ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News