મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનમાં આવેલ દુકાનો, કેંટિંગ, પાર્કિંગના ભાડૂઆતો પાસેથી જગ્યા ખાલી કરાવાઈ: નવા કોન્ટ્રાકટની તજવીજ શરૂ


SHARE











મોરબીના નવા બસ સ્ટેશનમાં આવેલ દુકાનો, કેંટિંગ, પાર્કિંગના ભાડૂઆતો પાસેથી જગ્યા ખાલી કરાવાઈ: નવા કોન્ટ્રાકટની તજવીજ શરૂ

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં બનાવવામાં આવતી દુકાનોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભાડે આપવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની 48 દુકાનો, કેન્ટીન અને પાર્કિંગ ભાડે આપવામાં આવ્યા હતા જોકે, જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને હવે કોન્ટ્રાક્ટ રાખવો નથી તેવું એસટી વિભાગને લેખિતમાં આપી દીધું હતું જેથી કરીને હાલમાં જે ભાડૂઆતો દુકાનોમાં હતા તેની પાસેથી ગતરાત્રિના સમયે એસટી વિભાગ દ્વારા દુકાનોને ખાલી કરાવવામાં આવી છે અને નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને કામ આપવા માટેની અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

મોરબી શહેરના સનાળા રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે એસટી વિભાગ દ્વારા નવા બસ સ્ટેશનનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જેમાં કુલ 48 જેટલી દુકાનો બનાવવામાં આવેલ છે અને આ 48 દુકાનો, કેન્ટીંગ તથા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો જોકે જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા એસટી વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, તેઓ હવે આ કોન્ટ્રાક્ટ આગળ ચાલુ રાખવા માંગતા નથી જેથી કરીને આ દુકાનો, કેંટિંગ અને પાર્કિંગનું નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને કામ આપવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.

તેવામાં એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઈકાલે રાત્રે 12 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં જે 48 દુકાનો, કેન્ટીંગ અને પાર્કિંગ ભાડે આપવામાં આવ્યા હતા તેમાં જે ભાડુંઆતો હતા તેઓને દુકાનો સહિતની મિલકતો ખાલી કરાવી હતી. આ અંગે એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા કોન્ટ્રાક્ટ આગળ ચાલુ રાખવા માંગતા નથી તેવું લેખિતમાં આપવામાં આવ્યું હતું જેથી ગતરાત્રિના તમામ દુકાનો સહિતની ભાડુઆતી જગ્યા ખાલી કરવામાં આવી છે અને આ બસ સ્ટેશનની મિલકતોને ભાડે આપવા માટે નવેસરથી કોન્ટ્રાક્ટ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.






Latest News