મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબી જીલ્લામાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સો સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે બંને પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે બંને આરોપીઓને પાસા વોરંટની બજવણી કરીને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરેલ છે.

મોરબી જીલ્લામાં મારા મારી, વ્યાજ વટાવ અને અસમાજિક પ્રવૃતિ સાથે સંડોવાયેલા શખ્સોની સામે પોલીસ વિભાગ દ્વારા પાસા દરખાસ્ત મૂકવામાં આવે છે અને પાસા મંજૂર કરવામાં આવે એટ્લે આરોપીને પકડીને પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબ, ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ જુદાજુદા બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં મોરબીમાં અવાર નવાર મારામારીના ગુનામાં  પકડાયેલ આરોપી જયેશભાઇ તુલશીભાઈ કાસુન્દ્રા (39) રહે. રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટ નં.૫૦૧ મોરબી મુળ રહે.ઘુનડા તાલુકો ટંકારા વાળાની મોરબી એ ડીવીઝન દ્રારા પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા જયેશભાઇ કાસુન્દ્રાને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે. આવી જ રીતે મોરબી તાલુકા તથા માળીયા (મિં)માં દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપી તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક (35) રહે. વીસીપરા મોરબી-ર મુળ રહે. સિકારપુર તાલુકો ભચાઉ વાળાને પાસા વોરંટની બજવણી કરીને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.

જુગાર રમતા પકડાયા
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી હિતેશભાઈ બાબુભાઈ કુનતીયા (19) અને બેચરભાઈ ભાણજીભાઈ ઉકેડીયા (20) નામના બે વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 500 ની રોકકબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News