મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર આરોપી ચોરાઉ વાહન સાથે ઝડપાયો


SHARE







મોરબીમાં પેટ્રોલ પંપ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર આરોપી ચોરાઉ વાહન સાથે ઝડપાયો

મોરબીના ગાંધીચોક પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી હતી જેની વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં મોરબી જેલ ચોક પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ગાંધીચોક પાસે ભારત પેટ્રોલ પંપમાં એકટીવા નંબર જીજે 3 એસ 9325 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું એકટીવા ગત તા. 19/2 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદા થયેલ હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે મહિપતસિંહ લાખુભા ઝાલા (58) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ  હતી અને મોરબીમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમી મળી હતી જેના આધારે રાજદીપસિંહ રાણા, હિતેષભાઈ ચાવડા તથા સિધ્ધાજસિંહ જાડેજા વોચમાં હતા તેવામાં મોરબીના જેલ ચોક પાસેથી એક્ટિવા લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કરતાં તેની પાસે જરૂરી કાગળ હતા નહીં અને પોકેટ કોપથી સર્ચ કરતા આ એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે આરોપી મુસ્તાકભાઅબ્દુલભાઈ ચાનીયા (60) રહે. કાલીકાપ્લોટ મોરબી વાળાની 20 હજારની કિંમતના એક્ટિવા સાથે ધરપકડ કરેલ છે.

કારખાનના કવાર્ટર પાસેથી બાઈકની ચોરી
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આવેલ જ્યોતિ સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ રાજકોટના રહેવાસી મુન્નાભાઈ રાણાભાઇ સોઢા (43)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નર્સરી ચોકડીથી જ્યોતિ સેનેટરીના લેબર ક્વાર્ટર પાસે તેણે પોતાનું બાઈક નં. જીજે 3 એમએન 8518 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News