મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજા રાજાણી પરિવાર દ્વારા નવચંડીયજ્ઞનું આયોજન: વિરપરડામાં રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE







મોરબીમાં રાજા રાજાણી પરિવાર દ્વારા નવચંડીયજ્ઞનું આયોજન: વિરપરડામાં રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબીમાં રાજા રાજાણી પરિવારના કુળદેવી શ્રી જળમાયુ માતાજીના નવચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 23-2-2025 ને રવિવારના રોજ આ યજ્ઞનો સવારે 7:30 કલાકે શરૂ કરવામાં આવશે અને બપોરના 12 કલાકે ફરાળ પ્રસાદ, તેમજ સાંજે 4 કલાકે બિડુ હોમવામાં આવશે. તેમજ યજ્ઞ પૂર્ણ થયા બાદ સાંજે સમૂહ પ્રસાદ લેવામાં આવશે. ત્યારે સર્વે રાજા રાજાણી પરિવારને યજ્ઞનો લાભ લેવા શ્રી જળમાયુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિરપરડા ગામે રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
મોરબીના વિરપરડા ગામે આવેલા રાજબાઈ માતાજીના મંદિરે તા. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર આયોજિત રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે રાસ ગરબા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા 28 ના રોજ રાતે 9 કલાકે ઓરિયા પરિવારના તમામ કલાકાર અને રાજલ સાઉન્ડના સથવારે રાસ ગરબા યોજાશે. અને 1 માર્ચને શનિવારે સવારે 8 કલાકથી યજ્ઞ અને બાદમાં 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે.






Latest News