ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનની સબસિડી ચુકવવા ગ્રાહક અદાલતનો આદેશ


SHARE











મોરબીમાં મકાનની સબસિડી ચુકવવા ગ્રાહક અદાલતનો આદેશ

મોરબીના વતની હિમાંશુભાઈ ભગવાનજીભાઈ મકવાણાએ જેતપર રોડ પર આવેલી માનસધામ સોસાયટીમાં મકાન લીધું હતું અને મકાનની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હોય બેંકે મળવાપાત્ર સબસિડી આપવાની ના પડી હતી જેથી કરીને મકાન માલીક દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે હિમાંશુભાઈને સબસિડીના રૂપિયા ચુકવી દેવા માટેનો આદેશ કર્યો છે.

આ કેસની લાલજીભાઇ મહેતાએ આપેલ માહિતી મુજબ ફરિયાદી હિમાંશુભાઈ મકવાણાએ મકાન પર 7.35 લાખની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હતી. અને સરકારના નિયમ મુજબ 2.67 લાખ રૂપિયા સબસિડી આ મકાન પર મળશે તેવું બેંકના કર્મચારી ચિરાગભાઈ ભોજાણીએ કહ્યું હતું. જેથી હિમાંશુભાઈએ તમામ પેપર સબમિટ કર્યા હતા. પરંતુ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં સબસિડી આપવામાં આવેલ નથી જેથી કરીને ફરિયાદીએ હોમ લોન વિભાગના વડા નારણદાસનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે સબસિડી માટે લોગઈન કરવાની પ્રક્રિયા બેંકે કરવાની હોય છે અને ગ્રાહકને સબસિડી માટે મદદ કરવાની હોય છે. પરંતુ બેંકની સેવામાં ખામી હોય સબસિડી મળેલ નથી જેથી કરીને હિમાંશુભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કર્યો હતો અને ત્યારે બાદ સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં અદાલતે એક્સીસ બેંકને રૂપિયા 2.67 લાખ રૂપિયા અને 10 હજાર માનસિક ત્રાસના આમ કુલ મળીને 2.77 લાખ રૂપિયા 9 ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે.






Latest News