મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં કોયલી ગામે આહિર સમાજ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન: કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા સહિતના હાજર રહેશે


SHARE







મોરબી તાલુકાનાં કોયલી ગામે આહિર સમાજ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન: કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા સહિતના હાજર રહેશે

મોરબી-જામનગર- રાજકોટ આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 23 ને રવિવારના રોજ મોરબી તાલુકાનાં કોયલી ગામે આ 17 મા સમૂહલગ્ન યોજાશે જેમાં કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેશે.

મોરબી તાલુકાનાં કોયલી ગામે જે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્ય કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા હાજર રહેશે તે ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ભગાભાઈ બારડ (તળાજા), ત્રિકામભાઈ છાંગા (અંજાર), હેમંતભાઈ ખવા (જામજોધપુર) તથા ભાવનગરના એડી.કલેક્ટર જયશ્રીબેન જરું કુંભરવાડિયા, ભાવનગર જી.એસ.ટી. વિભાગના નિર્મલભાઈ ગોગરા, જામનગર જિલ્લા સહાયક નિરીક્ષક વિક્રમભાઈ ખૂંગરા અને મોરબી રાજ્ય વેરા અધિકારી જી.એસ.ટી. હિતેશભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે.આયોજકો દ્વારા સંસદીય પ્રણાલીના પ્રખર અભ્યાસુ, સપષ્ટ વક્તા, કન્યા-કુમાર કેળવણીના હિમાયતી સોરઠના સિંહ સ્વ.જશુભાઈ ધાનાભાઈ બરડ તેમજ આમરણ ચોવીશીના ગામોમાં ભૂતકાળમાં રાજકીય જાગૃતિ લાવનાર સમાજમાં કુરિવાજોને તીલાંજલી આપીને પરિવારના દિકરા-દિકરીઓને ભણાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ રહેનાર નખસિખ ગાંધીવાદી વિચારસરણી ધરાવતા સેવાના ભેખધારી સ્વ. આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડિયાના ચરણોમાં સમૂહલગ્ન અર્પણ કરવામાં આવેલ છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા અને આહીર સમાજના પ્રમુખ રાણાભાઈ હુંબલ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News