મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણુક


SHARE







રાજ્ય સરકાર દ્વારા આજે મોરબી સહિત નવ નવી મહાનગરપાલિકાઓને જાહેર કરવામાં આવી છે અને તેમાં મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે ત્યારે મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બને તેનું સપનું છેલ્લા ઘણા સમયથી સહુ કોઈ જોઈ રહ્યા હતા કારણ કે, જો મહાનગરપાલિકા બને તો લોકોને સારી સુવિધા મળશે તેવી સહુ કોઈને અપેક્ષા હતી તેવામાં આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા મંજુર કરવામાં આવી છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મોરબી શહેરની આસપાસના બાર જેટલા ગામનો મોરબીમાં સમાવેશ કરીને મોરબીને મહાનગરપાલિકા બનાવમાં આવશે અને આ નગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલમાં રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ ખરે ની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની બેચના આઇએએસ અધિકારી સ્વપ્નિલ ખરે અગાઉ બનાસકાંઠાના ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી અને હાલમાં તેઓ રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા દરમિયાન તેમની બદલી સાથે બઢતી આપીને મોરબી નગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓની પાસે મોરબી શહેરી વિસ્તારના લોકોને અનેક અપેક્ષાઓ છે.






Latest News