મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા


SHARE







મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈનો 43 માટે વિજય થયેલ છે.જયારે ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ અને સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈનો વિજય થયેલ છે.જેથી કરીને વકીલ મિત્રોએ આ વિજયને ઢોલ નગારા સાથે વધાવ્યો હતો.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજાચેતનભાઈ સોરીયાપ્રાણલાલભાઈ માનસેતાદેવજીભાઈ પરમારે દાવેદારી કરી હતી જયારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયાદેવજીભાઈ પરમારરજાકમિંયા બુખારીમનીષભાઈ જોશી, સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણજોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયાદેવજીભાઈ પરમારધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરપ્રદીપભાઈ કટીયાકરમશીભાઈ પરમારમોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ હતી અને મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને મોડી સાંજ સુધી મતગણતરી ચાલી હતી અને ત્યાર બાદ વિજેતા ઉમેદવરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈ, ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ, સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરકરમશીભાઈ પરમાર અને મોનિકાબેન સંઘાણીનો વિજય થયેલ છે.જયારે મહીલા પ્રતિનિધી તરીકે કમળાબેન મુછડીયા બીન હરીફ જાહેર થયા હતા.જેથી વિજેતા બનેલા તમામ વકીલોને અન્ય વકીલોએ ફોનથી તેમજ રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી.તેમજ કોર્ટ બિલ્ડિંગના પરિસરમાં ઢોલ નગારા સાથે વિજેતા પ્રમુખ સહિતના હોદેદારોને વધાવવામાં આવ્યા હતા.






Latest News