મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સતત બીજીવાર બન્યા કૃભકોના ડિરેક્ટર


SHARE







મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સતત બીજીવાર બન્યા કૃભકોના ડિરેક્ટર

મોરબી શહેર અને જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા કૃભકોના ડિરેક્ટર છે અને તાજેતરમાં રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ડીરેક્ટર પદ માટેની ચુંટણી હતી ત્યારે ગુજરાત બેઠકના ડીરેક્ટર પદ માટે મોરબીમાં રહેતા મગનભાઈ વડાવીયાએ ફોર્મ ભર્યું હતું. અને ગુજરાત બેઠક માટે અન્ય કોઈ આગેવાને ફોર્મ ભર્યું ન હતું જેથી કરીનેયા બેઠક ઉપર મગનભાઈ વડાવીયા બિનહરીફ વિજય બનેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કૃભકોના ડિરેક્ટર તરીકે મગનભાઇ વડાવીયા સતત બીજી વખત વિજેતા બનેલ છે. જેથી કરીને મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે ફટાકડા ફોડી, ઢોલ વગાડીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, મનહરભાઈ બાવરવા, રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને તે સહકારી ક્ષેત્રના આગેવાનોએ કહ્યું હતું કે, મગનભાઈ વડાવીયા હંમેશા ખેડૂતોના અને સહકારી ક્ષેત્રના પ્રશ્ન માટે સાથે રહે છે જેથી તેની કૃભકોના ડિરેક્ટર તરીકે તેની વધુ એક વખત વરણી થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છે.






Latest News