માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ સગીરને પશ્ચિમ બંગાળથી શોધી કાઢી, આરોપીની ધરપકડ


SHARE









મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ સગીરને પશ્ચિમ બંગાળથી શોધી કાઢી, આરોપીની ધરપકડ

મોરબી તાલુકામાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ભોગનનનારને મોરબી તાલુકા પોલીસની ટીમે ખાનગી વેશ ધારણ કરીને પશ્ચિમ બંગાળમાંથી શોધી કાઢેલ છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા સ્ટેશન ખાતે પોકસો સહિતની કલમ હેઠળ તા. ર૮/૧૦/૨૦૨૪ ના રોજ ગુનો નોંધાયો હતો અને મોરબીના લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનાની કોલોનીમાં ઘટના બનેલ હતી. અને આરોપીએ ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે સગીરાને શોધવા માટે કવાયત કરી હતી અને એસપીના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી આરોપી પશ્ચિમ બંગાળ (મેદનીપુર) ખાતે હોવાની હકિકત મળી હતી જેથી કરીને તાલુકા પીએસઆઈ એ.બી.મિશ્રા તથા જીતેનદાન ગઢવીને તપાસ અર્થે પશ્ચિમ બંગાળ (મેદનીપુર) ખાતે મોકલી આપવામાં આવ્યા હતા,

આ ગુનામાં આરોપીને પકડવા માટે બે દિવસ જહેમત ઉઠાવી હતી અને ખાનગી વેશ ધારણ કરીને બાઇક ઉપર ફરીને 2000 કિલોમીટર દુર જઈને આરોપી તથા ભોગ બનનારને લોકેટ કરીને લોકલ પોલીસની મદદથી આરોપી તથા ભોગબનનારની હકિકત મેળવી હતી અને ભોગબનનાર તથા આરોપી રણજીત મન્ના કલીપદા મન્ના (૨૦) રહે. રામગામેત્યા ગામ તેરાપરારા વેસ્ટબંગાળ વાળાને શોધી કાઢી આરોપીને પકડેલ છે અને ભોગબનનારને પણ પશ્ચિમ બંગાળ ખાતેથી હસ્તગત કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને આરોપી રણજીત મન્ના કલીપદા મન્નાની ધરપકડ કરેલ છે. અને સગીરાને તેના માતા-પિતાને સોપેલ છે.






Latest News