ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી ગામે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી અને બંધુક સાથે દંપતિની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબજે


SHARE











હળવદના ચુંપણી ગામે વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી અને બંધુક સાથે દંપતિની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબજે

હળવદ તાલુકાના ચુંપણી ગામે આવેલ વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની માહિતી આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો 3600 લિટર આથો તેમજ તૈયાર 100 લિટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બંધુક મળી આવી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દિનેશભાઇ હનાભાઇ બાવળીયા અને હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ સયુંકત બાતમી આધારે હળવદ પોલીસ દ્વારા ચુંપણી ગામની સીમમાં આરોપી વશરામભાઈ ભુરાભાઈ મકવાણાની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 18 બેરલમાં 3600 લીટર આથો મળી આવ્યો હતો તેમજ 100 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ સ્થળ ઉપરથી એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંધુક મળી આવી હતી જેથી કરીને કુલ મળીને 1.15 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી વશરામભાઈ ભુરાભાઈ મકવાણા (37) અને તેની પત્ની દિપુબેન વશરામભાઈ મકવાણા (35) રહે. બંને ચુંપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અજીતસિંહ નટુભા સિસોદીયા, દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી ગોસ્વામી, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ, દિપકસિંહ દશરથસિંહ કાઠિયા દ્વારા કરવામાં આવી હતી.




Latest News