ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતો યુવાન ગામ નજીક આવેલ તળાવમાં પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા લાલજીભાઈ ભુપતભાઈ કગથરા (25) નામનો યુવાન ત્યાં ગામ પાસે આવેલ તળાવમાં પડી ગયેલ હોય પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને રવિભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

ત્રિકોણ બાગ પાર્કિંગમાંથી બાઈકની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા પ્રભુલાલ શામજીભાઈ કોરીંગા (68) એ મોરબીમાં આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે એફપી 6909 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News