ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરવાના ગુનામાં બે રીઢા ચોરીની ધરપકડ


SHARE











ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરવાના ગુનામાં બે રીઢા ચોરીની ધરપકડ

ટંકારાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર નજીક રિક્ષાને પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને દોઢ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ દરમ્યાન ચોરાઉ રિક્ષા સાથે ટંકારા તાલુકા પોલીસે બે રીઢા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા અજરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંજા (32)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓએ પોતાના ઘર પાસે તેની રિક્ષા નંબર જીજે 36 યુ 8976 પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 1,50,000 ની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

દરમ્યાન ટંકારા પોલીસ ચેકિંગમાં હતી ત્યારે તેજાભાઈ ગરચર, કૃષ્ણરાજસિહ ઝાલા અને દશરથસિંહ જાડેજાને મળેલ સયુકતમાં ખાનગી બાતમી આધારે વોચ રાખવામા આવી હતી તેવામાં રાજકોટથી મોરબી તરફ ચોરાઉ રિક્ષા લઈને બે શખ્સ આવી રહ્યા હતા તે રિક્ષાને રોકીને રીક્ષા નં. જીજે 36 યુ 8976 ળ;આઈને જઈ રહેલા શખ્સો પાસેથી રિક્ષાના કાગળ માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોકેટકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં આ રિક્ષા મોરબીના વાવડી રોડે આવેલ સીધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા હાર્દીકભાઇ મહેશભાઇ સેરસીયાના નામે હોવાનું સામે આવ્યું હતું. અને રીક્ષાની લજાઈથી ચોરી કરવામાં આવેલ હોવાનું ખૂલ્યું હતું.

જેથી કરીને ટંકારા પોલીસે ચોરાઉ રિક્ષા સાથે મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી (40) રહે. મુળ પેઢલા સામાકાઠે તાલુકો જેતપુર અને અર્જુનભાઇ જયંતીભાઇ સોલંકી (25) રહે. રાજકોટ ઢેબર રોડ વિજય પ્લોટ-25 ભાડલા પેટ્રોલ પંપ સામે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી મુકેશભાઇ ગુજરાતી સામે ચોરી અને દારૂના કુલ મળીને 10 ગુના નોંધાયેલ છે અને અર્જુનભાઇ સોલંકી સામે ચોરીના ચાર ગુના નોંધાયેલ છે. આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News