મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું


SHARE







ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું

તાજેતરમાં રિલીઝ થયેલ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને જોવા માટે સીએમ અને ગૃહમંત્રી ગયા હતા ત્યાર બાદ તેમણે ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી અને ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળીને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસા કરી હતી ત્યારે બાદ ગોધરાકાંડ પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના ઠેર ઠેર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરાકાંડ ટ્રેન દુર્ઘટનાની હકીકતથી લોકો વાકેફ થાય તે માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા મોરબીના બાયપાસ રોડે આવેલ નેક્ષસ સિનેમા ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ટંકારા અને પડધરીના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ધનજીભાઇ દંતાલિયા, બિપિનભાઈ પ્રજાપતિ, જતીનભાઈ ફૂલતરિયા, રવિભાઈ ખાંભલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.






Latest News