મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન


SHARE







મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી માં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. હવે તેના ભાગ રૂપે  વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ સહિતના કલાકારો જમાવટ કરશે અને આ ડાયરાની તા. 21/12/24 ને શનિવાર રાખવામા આવેલ છે અને ન્યુએરા સ્કૂલથી આગળના ભાગમાં આવેલ ઉમા બંગલોઝની બાજુમાં રાખવામા આવેલ છે. આ લોકડાયરામાં સહુ જીવદયા પ્રેમી મિત્રોને આવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News