મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા ધારાસભ્યોને કરાઇ રજુઆત


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા ધારાસભ્યોને કરાઇ રજુઆત

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા 19 ના રોજ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ  100 % બતાવી  જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન અને ઓનલાઈન યોજવા બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રૂબરૂ મળી આવેદન આપવામાં આવ્યું હતું તેમજ વાંકાનેર અને હળવદના ધારાસભ્યોને સંઘના પ્રતિનિધિઓએ તેઓના કાર્યાલય ખાતે જઈને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અને નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, ટંકારા તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મોરબી તાલુકા ગ્રામ્ય પ્રમુખ હિરેનભાઈ કુંડારીયા, મોરબી શહેર મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી જિલ્લા સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર,મોરબી જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી તાલુકા સંઘના ઉપપ્રમુખ ગૌરાંગ ભાઈ ગોહેલ, પૂર્વ પ્રમુખ ટંકારા કાવર મણિલાલ તથા મોરબી જિલ્લા પ્રાથમિક સંઘના અન્ય હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેની સાથે જિલ્લા ફેર વાંચ્છુક શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને બન્ને ધારાસભ્યઓને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100 % જિલ્લા ફેર બદલી કેમ્પમાં બતાવી ઓફલાઈન અને ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી અને સરકાર સુધી તેઓની રજૂઆત અને આવેદનપત્ર પહોંચાડવા માટેની રજુઆત કરી હતી. તેવું સંઘના પ્રમુખ દિનેશભાઇ આર. હુંબલ અને મહામંત્રી પ્રફુલભાઈ એસ. નાયગપરાએ જણાવ્યુ છે.






Latest News