મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ


SHARE







મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીના ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત માટે  આ ધર્મસભામાં ઠરાવ કરવામાં આવે તેવી લાગણી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ વ્યક્ત કરેલ છે.

મોરબીની પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગૌરક્ષકો ત્યાં હાજર રહેવાના છે ત્યારે આ ઘર્મ સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ  હાજર રહેવાના છે જેથી કરીને પ્રજાની લાગણી અને માંગણી છે કે, ગુજરાત સરકાર વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે આ ઘર્મ સભામાં  જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ઠરાવ કરી મોરબીના ધારાસભ્ય પ્રજાની વચ્ચે કહે કે હું આગામી વિધાનસભામાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ગોં હત્યા ઉપર પ્રતિબઘ મુકાવવા વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવીશ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News